ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે કે, દેશના અલગ અલગ હિસ્સામાંથી 1000 રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ એવા વ્યક્તિઓ હતા કે જે નહોતા વિદેશ ગયા કે કોઈ એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા જે વિદેશ ગયા હોય. આ સેમ્પલના આધારે સામે આવ્યુ છે કે, ભારતમાં હજી કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ નથી કે એક બીજાના સંપર્કમાં આવવાથી પ્રસરી જાય.
આઈસીએમઆર દ્વારા હવે આ રીતે દર સપ્તાહે રેન્ડમ સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે. જેના પરિણામોના આધારે સરકાર દેશમાં કોરોના વાયરસ સામે લડવાની નીતિમાં જરૂર પડે તો ફેરફાર કરતી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.