ભારતીય સૈન્યએ ચીનને કડક શબ્દોમાં ચેતાવ્યું, LAC મુદ્દેની બેઠકમાં આ વાતચીત થઈ…

પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન રવિવારે બંને દેશોના ટોચના કમાન્ડરો વચ્ચે 5મા તબક્કાની બેઠક યોજાઈ. સૈન્ય કમાન્ડર સ્તરની આ વાતચીત લગભગ 11 કલાક ચાલી. બેઠકમાં ભારતે LAC પર ઘર્ષણવાળા તમામ સ્થળોએથી ચીનને પોતાના સૈનિકો પાછા ખેંચવાનું કહ્યું છે. તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને સૈન્ય બંને સ્તર પર વાતચીત ચાલુ છે.

લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહ જેમણે બેઠક દરમિયાન ભારત નું નેતૃત્વ કર્યું હતું, તેમણે ચીનને કડક શબ્દોમાં LAC પરથી સૈનિકોને પાછા ખેંચવા માટે જણાવ્યું હતું.

જનરલ હરિન્દર સિંહ

શિયાળા માટે તૈયાર થઈ રહી છે ભારતીય સેના
અધિકારીઓના જણાવ્યાં મુજબ આ બેઠક એલ.એ.સી પર ચીન બાજુના મોલદોમાં સવારે 11 વાગે શરૂ થઈ અને રાતે 10 વાગે પૂરી થઈ. જો કે ભારતીય સેના પૂર્વ લદાખના તમામ પ્રમુખ ક્ષેત્રોમાં કડકડતી ઠંડીના મહિનાઓમાં સરહદ પર પોતાની હાલની તાકાત જાળવી રાકવા માટે પૂરતી તૈયારીઓ કરી રહી છે. તેમણે કહ્યું કે બેઠક દરમિયાન ભારતીય પક્ષે જેમ બને તેમ જલદી ચીની સૈનિકોને સંપૂર્ણ રીતે પાછળ હટાવવા પર ભાર મૂક્યો અને પૂર્વ લદાખના તમામ ક્ષેત્રોમાં 5મી ને પહેલાની સ્થિતિને તત્કાળ બહાલ કરવાની વાત કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.