ભારતીય મજદૂર સંઘ ભાજપ વિરોધ મતદાન કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે તાજેતરમાં અમદાવાદમાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત રાજ્યના સૌથી મોટા શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘની બેઠક અમદાવાદ ખાતે યોજાઇ હતી આ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અને તેને સંલગ્ન તમામ ફેડરેશનના મુખ્ય પ્રતિનિધિઓની એક તાકીદની બેઠક અમદાવાદ મુકામે મળેલ હતી આ બેઠકમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીના મહારેલી બાદ ગુજરાત સરકારને આપેલ આવેદન પત્રમાં યોગ્ય અને ન્યાયની માંગણીઓ અંગે સરકાર દ્વારા જે દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે જેનાથી ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકર્તામાં ભાજપા ની વર્તમાન સરકાર પ્રત્યે ગંભીર નારાજગી અને રોજ જોવા મળ્યો હતો. પરિણામે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા અને કરાવવા અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય સર્વનું મતે કરવામાં આવ્યો છે ત્યારે હવે ભારતીય મજદૂર સંઘમાં રહેલા ભાજપ પ્રત્યેના રોશને ટાળવા આગામી દિવસોમાં ભાજપ સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈ લોકોની મીટ મંડાયેલી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.