ભારતમાં 82 લાખ જેટલાં બનશે રસીકરણના કેન્દ્રો,કોરોના વેકસિન આવવાના સમાચાર ચાલી રહ્યા છે તેજ

યુઆઇપી સમીક્ષા અને બહુ વર્ષીય યોજના દસ્તાવેજ મુજબ દેશમાં 81.87 લાખથી વધુ રસિકરણ કેન્દ્ર છે, જ્યાં વિવિધ પ્રકારની રસી લગાવવામાં આવે છે, જો કે તેમાં મોટાભાંગનાં કેન્દ્રોની શરૂઆત ત્યારે થશે  જ્યારે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સનું રસીકરણ બાદ અન્ય લોકોને રસી લગાવવાનું કામ શરૂ થશે.

દેશ-દુનિયામાં કોરોના વેક્સિન આવવાનાં સમાચાર તેજ ચાલી રહ્યા છે, આ દરમિયાન ભારતમાં કોરોના રસીકરણનાં માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઇ છે, ખરેખર તો ભારતમાં રસીકરણ માટે લગભગ 82 લાખ રસીકરણ કેન્દ્ર છે.

દેશમાં શરૂઆતનાં રસિકરણનાં ફેઝ-1માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને અન્ય કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં NHM મિશનનાં ડાયરેક્ટર રામાસ્વામી એનએ જણાવ્યું, સુચનાઓ અનુસાર કોવિડ રસિકરણ માટે તમામ રાજ્ય યૂપીઆઇ નેટવર્ક અને માનવ સંસાધનોનો ઉપયોગ કરશે, જેમાં બીડીએસ ડોક્ટર વધુ NHM રસી લગાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.