નવી દિલ્હી: ભારતમાં બેકારીનો દર ઓક્ટોબર મહિનામાં વધીને 8.5% થઈ ગયો છે, જે 2016ના ઓગસ્ટ મહિના કરતા અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ આંકડો સપ્ટેમ્બર સુધી 7.2% હતો. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) તરફથી શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતીય અર્થતંત્રમાં મંદી હોવાનું જણાઈ રહ્યું છે. CMIEના રિપોર્ટ મુજબ આની પહેલા ચાલુ વર્ષના ઓગસ્ટ મહિનામાં બેરોજગારીનો દર 8.4%નો હતો જે સપ્ટેમ્બર 2016માં બેકારીના આંકડા જેટલો હતો. રિપોર્ટમાં ઓગસ્ટના સાપ્તાહિક બેકારી દરના આંકડા મુજબ મહિનાના દરેક સપ્તાહમાં બેકારીનો દર 8થી 9%ની વચ્ચે રહેવા પામ્યો હતો.
રોજગાર મુદ્દે અઝીમ પ્રેમજી યુનિવર્સિટી તરફથી જાહેર કરાયેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા છ વર્ષમાં લગભગ 90 લાખ નોકરી ઘટવા પામી છે. આ રિપોર્ટ મુજબ 2011-12થી 2017-18 વચ્ચે 90 લાખ નોકરીનો ઘટાડો થયો. આ રિપોર્ટ લવિશ ભંડાળી અને અમરિષ દુબેના અભ્યાસથી વિપરીત છે. આર્થિક સલાહકાર પરિષદ દ્વારા વડાપ્રધાનને સોપાયેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે 2011માં 43.30 કરોેડ રોજગારીની સરખામણીએ 2017-18માં રોજગારીની સંખ્યા વધીને 45.70 કરોડની થઈ ગઈ છે.
ભારત સરકાર તરફથી ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં સપ્ટેમ્બર મહિનામાં 5.2%નો ઘટાડો નોંધાયો હતો. આ ચાલુ વર્ષનો સૌથી ખરાબ દેખાવ છે. એક વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર 2018માં કૌર સેક્ટરમાં 4.3%ની તેજી જોવા મળી હતી. સરકારી આંકડા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં સૌથી ઝડપે ઘટાડો થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.