ભારતમાં CAA પર ચારેબાજુ બબાલ, ભારતમાં વિદેશી રોકાણકારો કરી રહ્યા છે પીછેહઠ

ભારતમાં નાગરિક્તા સંશોધન કાયદો (CAA)ને લઈને ભારે બબાલ થઈ રહી છે આ સમગ્ર ઘટના દરમિયાન અમેરિકી અને રોકાણકાર ટિમોથી કુક ડ્રેપરે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારતમાં જે પણ થઈ રહ્યુ છે તેને લઈને ભારતમાં કરવામાં આવતા રોકાણ અંગે ગંભીરતાથી વિચારતા કરી મુકે તેવું છે તેમ કહ્યુ છે.

રોકાણ પર થશે અસર
ટિમોથી કુક ડ્રેપર એક અમેરિકી રોકાણકાર છે. ટિમ કુક Draper Fisher Jurvetson, ડ્રેપર યુનિવર્સિટી, ડ્રેપર વેંચર નેટવર્ક, ડ્રેપર એસોસિએટ્સ અને ડ્રેપર ગોરેન હોલ્મના સંસ્થાપક છે.

ટિમોથી કુક ડ્રેપરે ટ્વીટ કરીને કહ્યુ કે ભારતમાં ધર્મને લઈને કંઈ પણ કહો, એ ચિંતા જનક પરિણામ સર્જે છે અને મારે અહીં બિઝનેસમાં ફંડ આપવાની યોજના પર એકવાર ફરી વિચારવું રહ્યું. કુકનું આ નિવેદન દર્શાવે છે કે ભારતમાં રોકાણ કરવાની વાતથી તેઓ પાછા ફરે તેના હાથ પાછા ખેંચી લે તેવું પણ બને.

ભારત સરકારે વિચારવાની જરૂર
મોદી સરકારે વર્ષ 2024 સુધી ભારતીય ઇકોનોમીનું લક્ષ્ય 5 ટ્રિલિયન ડૉલર રાખ્યુ છે. આ શૃંખલામાં ભારતને મોટા પ્રમાણમાં વિદેશી રોકાણની જરૂર પડે તે સ્વાભાવિક છે. થોડા સમય પહેલા જ્યારે PM મોદી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે ત્યાં રહેલા રોકાણકારોને ભારતમાં વેપાર કરવા આવવા આમંત્રણ આપ્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.