દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 70 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે તો મોતના આંકમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશમાં કોરોનાથી એક દિવસના મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો થતા રાહત મળી રહી છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં 3 હજાર 421ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 34 લાખ 10 હજાર 426 પહોંચી ગયા છે તો કોરોનાના કુલ કેસ 1 કરોડ 99 લાખ 19 હજાર 715ને પાર થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 62 લાખ 81 હજાર 738 થઈ છે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં અહીં 56647 નવા કેસ આવ્યા છે તો સાથે જ 669 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 6 લાખ 68 હજાર 353 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. આ સમયે 51 હજાર 356 લોકોએ કોરોનાને માત આપી છે.
અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં 12 હજાર 978 પોઝિટિવ કેસ નોંધાયા છે તો દૈનિક કેસમાં 869 કેસનો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં કોરોનાથી મૃત્યુના કેસમાં પણ ઘટાડો થયો છે. દૈનિક કેસની સરખામણીમાં 85.88 ટકા ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. અમદાવાદ, સુરતમાં હોસ્પિટલ બહાર લાઈનમાં ઘટાડો થઈ રહ્યો છે. તો અન્ય તરફ રાજકોટ અને વડોદરામાં કેસ વધ્યા હોવાની સાથે સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.