નવા વર્ષે બે સૂર્ય ગ્રહણ થવાના છે. પહેલું સૂર્ય ગ્રહણ 21 જૂને અને બીજુ સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે થશે. 21 જૂનનું સૂર્ય ગ્રહણ ‘ચુડામણિ ગ્રહણ’ કહેવાય છે. આ ગ્રહણમાં સ્નાન, દાન, જાપ અને પૂજા-પાઠનું સર્વાધિક મહત્વ છે. ગ્રહણકાળમાં કોઈભી મંત્ર સિદ્ધ કરવો હોય તો સર્વશ્રેષ્ઠ અવસર છે. આ અવસરને જવા ન દેવો જોઈએ.
નવા વર્ષે સૂર્યગ્રહણ અષાઢ માસની અમાસ અને રવિવારે થશે. જે જનમાનસ માટે અશુભ છે. સાથે શાસન સત્તા માટે અનુકુળ નથી. પૃથ્વી પર આ ગ્રહણનો આરંભ ભારતીય સમયાનુસાર 9 કલાક અને 15 મિનિટ પર થશે. 12 કલાક અને 10 મિનિટ પર પરમગ્રાસ અને 3 કલાક 04 મિનિટ પર સૂર્યગ્રહણથી મુક્તિ મળશે.
સંપૂર્ણ ભારતમાં તેમજ દક્ષિણ પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ક્ષેત્ર, હિન્દ મહાસાગર, મધ્ય પૂર્વ એશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મધ્ય દક્ષિણ ચીન, વર્મા, ફિલિપીન્સ જેવા દેશોમાં પણ દેખાશે. આ ગ્રહણ મૃગશિર્ષ તેમજ આદ્રા નક્ષત્ર અને ગન્ડ તેમજ વૃદ્ધિ યોગમાં થશે. જેનું જનમાનસ અને ખેતીના ક્ષેત્રે તેમજ રાજકારણ પર અસર થશે શેર માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.