નવી દિલ્હીઃ ભારતમાં લોકોને દવાઓ પર દુનિયાના સરેરાશ કરતા અંદાજે 73% ઓછો ખર્ચો કરવો પડે છે. એક સ્ટડી પ્રમાણે, ભારતમાં સસ્તી દવાઓ અપાવવાના મામલામાં દુનિયાના 5 ટોચના દેશોમાં સામેલ છે. જ્યાં ભારતમાં દુનિયાના સરેરાશથી 73.80% સસ્તી દવાઓ મળે છે, ત્યાં થાઈલેન્ડમાં દવાઓ વૈશ્વિક સરેરાશ કરતા અંદાજે 93.93% સસ્તી પડે છે. આ કિંમતો દુનિયામાં સૌથી ઓછી છે. ત્યારબાદ કેન્યા (93.76%)બીજા નંબરે , મલેશિયા (90.80%) ત્રીજા નંબરે અને ઈન્ડોનેશિયા(90.23%) ચોથા નંબર પર છે. બ્રિક્સમાં સાથી દેશો(બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા)ની તુલનામાં પણ ભારતમાં દવાઓ સૌથી સસ્તી છે.
ઈંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન આધારિત હેલ્થકેર કંપની મેડબેલે અભ્યાસ માટે 50 દેશોમાં તમામ મહત્વની દવાઓના ભાવની તુલના કરી હતી. જેમાં હાઈ-કોલેસ્ટ્રોલ માટે વપરાશમાં લેવાતી લિપિટોર દવાથી માંડી બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં કામમાં આવનારી જિથ્રોમૈક્સ અને HIV-એઈડ્સમાં આપવામાં આવતી વાઈરીડ સામેલ છે. મેડબેલે તુલના માટે 13 ફાર્માસ્યૂટિરલ કંપાઉન્ડ્સની કિંમતોનું વિશ્લેષણ કર્યું.
ભારતમાં કઈ દવા કેટલી સસ્તી
- ભારતમાં દિલ અને હાઈ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી દવાઓ વૈશ્વિક સરેરાશથી અંદાજે 84.82% સસ્તી છે, જ્યારે અમેરિકામાં આ દવાઓ 2175% સુધી મોંઘી છે. એગ્ઝાઈટી ડિસઓર્ડરની દવાઓ ભારતમાં 91.13% સુધી ઓછા ભાવે ઉપલ્બ્ધ છે. અમેરિકામાં તેની કિંમત 1071% વધારે છે. ભારતમાં ઘણી દવાઓના ભાવ વૈ્વિક સરેરાશ કરતા વધારે પણ છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શનની દવાઓ ભારતાં સૌથી સસ્તી છે (સરેરાશ થી 88.46% ઓછી). સાથે જ અમેરિકામાં તેની કિંમત 1755% વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.