દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત સમગ્ર ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. તેના લીધે લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. આ પ્રદૂષિત વાતાવરણ પર ભાજપના નેતા વિનીત અગ્રવાલ શારદાએ અજીબોગરીબ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રોમાં જે ઝેરીલી હવા કે ગેસ આવ્યો છે તેની પાછળ પાડોશી દેશોનું ષડયંત્ર હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન આપણાથી ગભરાયેલા છે. આવા સમયે બની શકે કે તેમણે આ ઝેરીલી હવા આપણા દેશની અંદર છોડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે એક ધારાસભ્યએ પ્રદૂષણ સંકટના સમાધાન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. ગાઝિયાબાદના લોનીથી ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે એરફોર્સના વિમાનથી પાણીનો છંટકાવ કરાવવામાં આવે. સાથે ઝેરીલી હવાથી રાહત મેળવવા કૃત્રિમ વરસાદ વરસાવવાની પણ વિનંતી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.