ભારત માતા રડે છે અને પીએમ મોદી ચૂપ છે, પ્રિયંકા અને સોનિયા ગાંધીના સરકાર પર પ્રહારો

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ સ્પીક અપ ન્ડિયા કેમ્પેઈનના ભાગરુપે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, મજૂરો માટે સરકારે પોતાનો ખજાનો ખોલવાની જરુર છે.દેશની આઝાદી બાદ પહેલી વખત આટલા દર્દનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મજૂરોને છોડીને તમામની વાત આ સરકારે સાંભળી છે. જરુરિયાત મંદોરને સરકારે પૈસા આપવાની જરુર છે અને તેમને સલામત રીતે ઘરે પહંચાડવાની જરુર છે.

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર હુમલો કરતા કહ્યુ હતુ કે, ભારત માતાની આંખમાં આજે આંસુ છે અને પીએમ મોદી ચૂપ છે. આજે ગરીબ મજૂરો મુશ્કેલીમાં છે ત્યારે સરકાર તેમની મદદ કરી રહી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.