અનુષ્કાએ ટ્વીટ કરીને કહ્યું કે, કોઇના મૌનને કમજોરી તરીકે ન લેવું જોઇએ, ફારૂખ એન્જિનિયરે માફી માગી
એન્જિનિયરે કહ્યું હતું કે, વર્લ્ડકપ દરમિયાન સિલેક્ટર્સ અનુષ્કા શર્માને ચા પહોંચાડવામાં વ્યસ્ત હતા ભારતના ભૂતપૂર્વ ખેલાડી ફારૂખ એન્જિનિયરે એમએસકે પ્રસાદની અધ્યક્ષતા હેઠળની પસંદગી સમિતિના સભ્યોની લાયકાત પર સવાલ ઉઠાવ્યાહતા. વર્તમાન પસંદગી સમિતિની ટીકા કરતા ફારૂખ એન્જિનિયરે કહ્યું કે, “આ મિકિ માઉસ સિલેક્શન કમિટી છે. જેઓ વર્લ્ડકપ દરમિયાન અનુષ્કા શર્માને ચા ના કપ પહોંચતા થાય તેનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હતા.” ફારૂખે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ”આપણને મિકી માઉસ સિલેક્શન કમિટી મળી છે. તેઓ માત્ર અનુષ્કા શર્માને ચાના કપ લાવીને આપવામાં વ્યસ્ત હતા.” અનુષ્કાશર્માએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કેકોઇના મૌનને કમજોરી તરીકે ન લેવું જોઇએ. તેપછી ફારૂખેમાફી માગી હતી.
ફારૂખ એન્જિનિયર ભૂતપૂર્વ વિકેટકીપર છે જેમણે ભારત તરફથી 1961થી 1976 દરમિયાન 46 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી હતી.ફારૂખેકહ્યું હતું, “ આ સિલેક્ટર્સ ક્વોલિફાય કેવી રીતે થયા છે? શું તેમણે દસ કે બાર ટેસ્ટ મેચ રમી છે? વર્લ્ડકપ સમયે એક સિલેક્ટરને તો હું ઓળખતો પણ ન હતો અને મેં તેને પૂછ્યું કે તે કોણ છે, કારણ કે તેણે ઇન્ડિયન બ્લેઝર પહેર્યું હતું. તેણે કહ્યું કે તે સિલેક્ટર છે.”વર્તમાન પસંદગી સમિતિ એમએસકે પ્રસાદ(6 ટેસ્ટ, 17 વનડે)ની અધ્યક્ષતામાં કામ કરે છે. તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર દેવાંગ ગાંધી(4 ટેસ્ટ, 3વનડે), સરનદીપ સિંઘ(3 ટેસ્ટ, 5 વનડે), જતીન પરાંજપે(4 વનડે) અને ગગન ખોડા(2 વનડે), એમ ચાર સભ્યો છે. ફારૂખે કહ્યું કે તેઓ માને છે કે દિલિપ વેંગસરકર જેવા અનુભવી ખેલાડીઓ સિલેક્શન કમિટીમાં હોવા જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.