ભારતને મળ્યો ઝટકો: WTOમાં અમેરિકાએ કરેલા કેસમાં થઈ હાર, જાણો શું થશે અસર

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) એ ભારતની નિકાસ પ્રોત્સાહન યોજનાઓ સામે ચુકાદો આપ્યો છે અને આ રીતે US દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ભારતની હાર થઈ છે. 

WTOએ ભારતને આગામી ચાર મહિનામાં તેની બધી ઍક્સપોર્ટ સબસીડી યોજનાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ ભારતને પણ આગામી 6 મહિનાની અંદર તમામ સેઝ સ્કીમ્સને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઍક્સપોર્ટ સબસિડી ગેરકાયદેસર ગણાવી

WTOએ ભારતની ઍક્સપોર્ટ સબસિડીને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યું છે. ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે, ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ટેકનોલોજી પાર્ક, બાયો ટેકનોલોજી પાર્ક યોજના, ઍક્સપોર્ટ સબસીડી ઍન્ડ કેપિટલ ગુડ્સ સ્કીમને ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે.

જેની સામે ભારતે ખાતરી આપી હતી કે WTO દ્વારા નિર્ધારિત નિયમોના આધારે તે આ વર્ષના અંત સુધીમાં નવી વિદેશ વેપાર નીતિ લાવશે. ઉપરાંત, નિકાસ ઉત્પાદનો પરના ટૅક્સ અને અનુદાનને દૂર કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.