ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે ભારે ખોટમાં ચાલી રહેલ એર ઇન્ડિયાને ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટાટા ગ્રુપે તેના માટે ડ્યૂ ડૂલિજન્સની શરૂઆત કરી દીધી છે. ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર ટાટા સન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની તમામ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ત્યાર બાદ જ એર ઇન્ડિયાને ખરીદવાના મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે. જોકે તેના માટે કોઈ નાણાંકીય પાર્ટનરની શોધ કરવામાં નથી આવી રહી.
ડ્યૂ ડિલિજન્સ માટે ટોપ લીગલ કંપનીઓ સાથે ચર્ચા
હાલમાં ટાટા ગ્રુપ ડ્યૂ ડિલિજન્સ માટે ટોપ લીગલ કંપનીઓ અને કન્સલટન્ટ્સ સાથે સલાહ સૂચન કરી રહી છે. મીડિયામાં થોડા સમય પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે ટાટા ગ્રુપ એર એશિયા ઇન્ડિયા (તેમાં ટાટા સન્સની 51 ટકા હિસ્સેદારી છે.) અને એર ઇન્ડિયાનું મર્જર કરશે અને તેને એક એન્ટિટીમાં બદલી દેશે. ટાટા ગ્રુપની હાલમાં બે એરલાઈન્સમાં હિસ્સેદારી છે. વિસ્તારામાં તેનો 49 ટકા હિસ્સો છે. એર એશિયા ઇન્ડિયામાં પણ હિસ્સેદારી 49 ટકા છે. એર ઇન્ડિયાની ખોટ વધીને 8500 કરોડ રૂપિયાથી વધારે પહોંચી ગઈ છે. આટલી મોટી ખોટને કારણે સરકાર માટે તેને વેચવી મુશ્કેલ થઈ રહ્યું છે. ખરાબ નાણાંકીય સ્થિતિને કારણે હાલમાં એર ઇન્ડિયાએ પોતાના અનેક કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. જોકે બાદમાં તેને પરત લઈ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.