રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં કોંગ્રેસ માટે બંને બેઠકો જીતવી એ અશક્ય બાબત મનાઇ રહી છે.. સામા પક્ષે ભાજપ હજુ પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોની વિકેટ ખેડવવાની તૈયારીમાં છે. પાંચ કોંગી ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યસભાની બેઠક જીતવા માટેનું શું ગણિત છે. આવો જોઇએ આ ખાસ અહેવાલમાં.
રાજ્યસભાની ચૂંટણીની ફોર્મ્યુલા
– જેટલી બેઠકોની ચૂંટણી હોય તેમાં એક ઉમેરાય છે
– જે બાદ તે સંખ્યાનો કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે
– ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં 1 ઉમેરાય છે
– જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જાઇએ
– હાલમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી
– પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 175
ઉપલબ્ધ ધારાસભ્યો = 175
– 4+1=5
– જીતવા માટે મત = 35
ભરતસિંહને વધુ ધારાસભ્યોનું સમર્થન
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ એકાએક નાટ્યાત્મક રીતે રાજીનામાં આપી દેતાં કોંગ્રેસ હાઇકમાન્ડ માટે ભરતસિંહ અને શક્તિસિંહમાંથી એકને પ્રાથમિક્તા આપવી પડે એવી કફોડી સ્થિતિ સર્જાઈ છે. શક્તિસિંહ ગોહિલ અહેમદ પટેલના અને એ લેખે કોંગ્રેસના હાઇકમાન્ડના નજીકના મનાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.