કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે.અને તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે.અને તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા. પરંતુ ભરતસિંહે દિલ્લીની મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત ગણાવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ હાઈકમાન્ડ સતત નવી નિમણૂકો કરી રહ્યું છે. ત્યારે આજે કૉંગ્રેસ પ્રમુખે ગુજરાતામાં વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિયુક્તિ કરી છે. કૉંગ્રેસે વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરી છે અને તેમાં ઉમંગ સિંઘાર, વિરેંદ્રસિંહ, રામ કિશન અને બી.એમ.સંદિપને જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ જમ્બો સંગઠન ઘડવામાં આવ્યું છે.અને જ્ઞાતિવાદી ફેક્ટરથી માંડીને તમામ ક્ષેત્રો-જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળે તેની તકેદારી રાખવામાં આવી છે. જો કે, એક નેતાએ એવો ગર્ભિત ઇશારો કર્યો છે કે, પાર્ટીદ્વારા સંગઠનમાં હોય તેને વિધાનસભાની ટીકીટ નહીં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રદેશ સંગઠનમાં 100 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે તે સંજોગોમાં સંગઠનમાં નામ ધરાવતા આગેવાનોની ચૂંટણી ટીકીટ મેળવવાની ઇચ્છા પર પાણી ફરે વળે તેવી શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી. આ મામલે સંગઠનમાં સ્થાન પામેલા હોદેદારોમાં ગણગણાટ શરુ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.