કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. અગાઉ પતિ-પત્નીએ એક બીજા સામે પેપરમાં જાહેર નોટીસ છપાવી હતી. ત્યારે હવે રેશમા પટેલે પતિના રાજકીય કરિયર પર સવાલ ઉઠાવતો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખ્યો છે. રેશમા સોલંકીએ આ પત્રમાં ભરતસિંહ પર આક્ષેપ કર્યા છે કે તેમના કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓની સાથે અનૈતિક સંબંધ છે અને તેઓ તેમને ટિકિટ પણ અપાવી ચૂક્યા છે. આ ઉપરાંત રેશમા સોલંકીએ એવા પણ આક્ષેપ કર્યો છે કે, ભરતસિંહ સોલંકીનો સંબંધ 22 વર્ષથી લઇને તેમની જેટલી વૃદ્ધ ઉંમરની મહિલાઓ સાથે છે.
તેમને પત્રમાં લખ્યું છે કે, મારા પતિ તેમના પોલિટીકલ સ્ટેટ્સનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી રહ્યા છે અને ગુજરાતના લોકોને જાણી જોઈને ખોટો મેસેજ મોકલીને કોંગ્રેસને સત્તામાં આવવાથી રોકી રહ્યા છે. તેઓ સારું બોલશે પણ પડદાની પાછળ ઘણું ખોટું કરે છે. તેથી કોંગ્રેસ આગળ ન વધી શકે. તેમના ગુજરાતના મુખ્યમંત્રી બનવું છે. આવું નહીં થયું તો તેઓ જીવતા કોઈને પણ CM બનવા દેશે નહીં. આ બાબતે તેઓ મોદી સાથે પણ મળેલા છે.
જે મહિલાઓ સાથે અનૈતિક સંબંધ રાખ્યા તેમને ટિકિટ અપાવી અને સારી મહિલાઓને આગળ આવવાથી રોકી. આ મહિલાઓ સાથે ચેટીંગ મારા પતિના ફોનમાં સતત ચાલુ રહે છે. તેઓ વખતો વખત બોલે છે કે ઉંમર મોટી થઇ ગઈ છે શું થયું, પણ મન નાનું જ રહ્યું છે. રઘુ જી તેમના ફીઝીકલ રીલેશન 22 વર્ષથી છોકરીથી લઇને તેમની ઉંમરની વૃદ્ધ મહિલાઓ સાથે આજે પણ છે. તેમની સૌથી વધારે વિચારવાની, કામ કરવાની કેપેસીટી આમાં ખર્ચ થઇ જાય છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવાસનું બહાનું કાઢીને નીકળી જાય છે. તેમની એક મહિલા સાથેથી CD પહેલાથી આવી ગઈ છે અને કિંમત કોંગ્રેસ પાર્ટીએ ભોગવી છે.
તેમને એમ પણ લખ્યું છે કે, 24 વર્ષ મેં તેમની સાથે લાઈફ જીવી છે અને તેમને નિયમ સુધારવા માટે તેમને ઘણી વખત સમજાવ્યા પણ તે કોઈનું સાંભળતા નથી. તેમના મનમાં હોય તે કરે છે. તેઓ રાત્રે તેમના બેડરૂમમાં જઈને તેમનો રૂમ બંધ કરી લેશે અને પાર્ટીની 8થી 10 રખેલોને ગંદા મેસેજ કરશે. જે-જે મહિલાઓ સાથે આમનો સંબંધ છે તે મહિલાઓ તમે પણ પાઠ ભણવો હું આ તમામને એક વખત સુધરવાનો મોકો આપું છું. તે હવે મારા પતિનો ટેલીફોનીક કે પછી મેસેજથી સંપર્ક ન કરે.
આ ઉપરાંત ભરતસિંહ સોલંકીની પત્નીએ એક વીડિયોના માધ્યમથી પણ કહ્યું હતું કે, હું રેશમા ભરતસિંહ સોલંકી અને જે લેટર લખ્યો છે તે મેં પોતે જ લખ્યો છે અને મીડિયાના માધ્યમથી હું હાઈકમાન્ડને જણાવું છે કે, હું પોતે જસ્ટિસની અપીલ કરું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.