સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. શરૂઆતમાં તો કાળા ડિબાંગ વાદળોએ સમગ્ર શહેરમાં અંધકાર ફેલાવી દીધો હતો. બાદમાં ભારે પવન ફૂંકાયો હતો. અને અંતે ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. આહલાદક વાતાવરણ સર્જાતાં અમદાવાદીઓ મંત્રંમુગ્ધ બની ગયા હતા.
અમદાવાદના બોપલ, ઘુમા, જમાલપુર, મણિનગર, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે, સેટેલાઈટ, બોડકદેવ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત પાલડી, આશ્રમ રોડ, જોધપુર, ખાનપુર, સરસપુર, કાલુપુર, દરિયાપુર, રખિયાલ, બાપુનગર, ખોખરા, આંબાવાડી ગોમતીપુરમાં વરસાદ વરસ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.