ભજીયાં પચવામાં ભારે હોવાથી તે એક હેવી સ્નેક્સ ઓપ્શન પણ બને છે. આજે અહીં ભરેલા મરચાંના ભજીયાની રેસિપિ લાવ્યા છીએ જે તમને એક ચેન્જ આપશે, તો જાણો રેસિપિ અને કરો ટ્રાય.
ભરેલા મરચાના ભજીયા બનાવવા માટેની_સામગ્રી
પાંચથી છ જાડા લીલા મરચાં
– બે નંગ બટાકા(બાફેલા)
– મીઠું સ્વાદમુજબ
– અડધી ટીસ્પૂન ચાટ મસાલો
– અડધી ટીસ્પૂન ગરમ મસાલો
– એક કપ બેસન,
– અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર
– પા ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
– તળવા માટે તેલ.
સૌ પહેલા, મરચાંને ધોઈને લૂસી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીયા બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમાં મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. બેસનમાં મીઠું, લાલ મરચું, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. લીલા મરચાંમાં બટાકાનું મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાં ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો…
ચોમાસાની સીઝનમાં ભજીયા બનાવો અને લો મજા..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.