કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી ગયા હતા. તાજેતરની પોતાની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન એમણે લાહોરમાં ભારતની એનઆરસી અને એનપીઆર વિશે બોલીને વિવાદ સર્જ્યો હતો. અય્યરે લાહોરમાં કહ્યું કે આ મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મતભેદો પ્રવર્તે છે.
ભારતની અંગત વાતો પાકિસ્તાનમાં કરીને અય્યરે નવો વિવાદ સર્જ્યો હતો. સોમવારે અય્યરે લાહોરમાં આ વિધાન કર્યું ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના વિશ્વાસુ સાથીદારો પણ એ બેઠકમાં હાજર હતા.અય્યરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ બંને હિન્દુત્વના ચહેરા છે પરંતુ એનપીઆર અને એનસીઆર અંગે બંને વચ્ચે મતભેદો પ્રવર્તે છે.
- અય્યરના આ વિધાનના સંદર્ભમાં ભાજપના ઉમા ભારતીએ કહ્યું કે અય્યર એક શિક્ષિત વ્યક્તિ અને વિદેશી બાબતોના જાણકાર નેતા છે. પાકિસ્તાનમાં જઇને આવી વાતો કરવા પાછળનો તેમનો હેતુ ભારતમાં અશાંતિ અને હિંસા સર્જવાનો છે. લાહોરમાં ભારતની અંતરંગ વાતો કરવાનો અન્ય શો હેતુ હોઇ શકે ? એ તો અય્યર પોતેજ કહી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.