કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ કહ્યું કે, ભારત આગામી થોડાક સપ્તાહમાં, ચીનથી આવેલા કેટલાક રોકાણ પ્રસ્તાવોને,આપી શકે છે મંજૂરી

ભારત-ચીન સરહદ પર પીપલ્સ લિબરેશન આર્મી (ના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની છચ્ચે કેન્દ્રની મોદી સરકાર ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે ભારત આગામી થોડાક સપ્તાહમાં ચીનથી આવેલા કેટલાક રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે.

ભારતમાં એપ્રિલ 2020થી પડોશી દેશોની કંપનીઓ માટે સરકારની મંજૂરી બાદ જ કોઈ પણ ક્ષેત્રમાં રોકાણના નિયમ છે. આ નિર્ણય મુજબ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ માટે ચીનના FDI પ્રસ્તાવોને પહેલા સરકારી મંજૂરી લેવી પડશે. હાલમાં ચીનથી આવેલા લગભગ 12 હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

પેટીએમ (Paytm), ઝોમેટો (Zomato), ઉડાન (Udaan) જેવા દેશના મોટા સ્ટાર્ટઅપ્સમાં ચીની રોકાણકારો (Chinese Investors)એ ખૂબ નાણા રોક્યા છે. તેઓ ફ્રેશ ફંડની રાહ જોઇ રહ્યા છે, પરંતુ સરકારની મંજૂરી વગર તે શક્ય નથી.

એપ્રિલમાં DPIITએ કહ્યું હતું કે ભારતની સરહદો જોડાયેલા કોઈ પણ દેશની કંપની કે વ્યક્તિને ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરતાં પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.