આજે પુણેમાં પ્રેક્ષક વગર,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે પહેલી વન-ડે

ઇંગ્લેન્ડ ભારતની ધરતી પર 1984-85 પછી શ્રેણી જીત્યું નથી. બંને દેશ વચ્ચે રમાયેલી 100 મેચમાં ભારત 52 અને ઇંગ્લેન્ડ 42 મેચ જીત્યું છે. બપોરે દોઢ વાગ્યે મેચ ચાલુ થશે. કેપ્ટન કોહલીએ છેલ્લે ઓગસ્ટ ૨૦૧૯માં વિન્ડીઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં વિન્ડીઝ સામે વન-ડેમાં સદી ફટકારી હતી.

ટેસ્ટ અને ટી૨૦માં પ્રભાવશાળી દેખાવના પગલે વન-ડેમાં પણ પંતને રાહુલના સ્થાને તક મળી શકે તેમ છે. આઉટ ઓફ ફોર્મ રાહુલે ફક્ત બેટ્સમેન તરીકે સ્થાન મેળવવું હોય તો મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવની જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડે તેમ છે

નીચલા ક્રમે શાર્દૂલ ઠાકુરને પણ નિશ્ચિત માનવામાં આવે છે. હાર્દિક પંડયા બોલિંગ કરતો થયો પણ વન-ડેમાં તે તેનો બોલિંગ સ્પેલ પૂરો કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તે જોવાનું રહેશે.

પંડયા જો તેનો બોલિંગ સ્પેલન પૂરો કરી શકે તો ભારતીય ટીમ જબરજસ્ત સંતુલન સાધી શકશે. મોહમ્મદ સિરાજ અને નટરાજન પણ બે સારા બોલિંગ વિકલ્પ છે

વોશિંગ્ટન સુંદરે કૃણાલ પંડયાની હરીફાઇનો સામનો કરવો પડી શકે છે. કૃણાલ પંડયાએ તાજેતરમાં પૂરી થયેલી વિજય હઝારે ટ્રોફીમાં બોલિંગમાં સારો દેખાવ કરવા ઉપરાંત બે સદી અને બે અડધી સદી ફટકારી છે.

ઇંગ્લેન્ડની બેટિંગનો આધાર જેસન રોય અને બટલર પર છે. બંને છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડની આધારભૂત ઓપનિંગ જોડી બની ચૂક્યા છે. કેપ્ટન મોર્ગન પાસેથી પણ મહત્વપૂર્ણ બેટિંગ દેખાવની આશા રાખવામાં આવે છે.

આ જ રીતે સ્પિનમાં પણ મોઇન અલી તેની સ્પિનની સાથે બેટિંગ ક્ષમતાના આધારે ટીમમાં સ્થાન મેળવી શકે છે અને રશીદના સ્થાને તેનો સમાવેશ કરાઈ શકે છે.

ઇંગ્લેન્ડઃ મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરસ્ટો, સામ બિલિંગ્સ, જોસ બટલર (વિકેટકીપર), સામ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મેટ પાર્કિન્સન, આદિલ રશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લે, માર્ક વૂડ. જેક બોલ, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન.

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુબમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દૂલ ઠાકુર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.