પાકિસ્તાન અને ભારત વચ્ચે હાલમાં, વાતચીત થવાની શરૂઆતથી અમે ખુશઃ ચીન

ભારત અને પાકિસ્તાનની સેનાઓએ 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તેઓ જમ્મુ કાશ્મીર અને અન્ય સેક્ટરોમાં LoC પર યુદ્ધ વિરામને લઇને તમામ કરારોનું કડકાઇથી પાલન કરશે.

ચીનના વિદેશ મંત્રાલય પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે એક સંમેલનમાં એક સવાલના જવાબમાં કહ્યું કે, અમે પાકિસ્તાન અને ભારતવચ્ચે વાતચીતની તત્પરતાને લઇને ખુશ છીએ.

મોડી સાંજે ચીની વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર પ્રવક્તાના હવાલાથી અપલોડ કરવામાં આવેલ વિવરણમાં કહેવામાં આવ્યું કે ચીન, ભારતની સાથે પાકિસ્તાનની હાલની સકારાત્મક વાતચીતથી ખુશ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.