ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર, બની રહેશે તેવી બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે,મૂકી છે ધારણાં

નાણાં વર્ષ 2031-32માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે તેવી બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે ધારણાં મૂકી છે. આ અગાઉ બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ  દ્વારા ભારત આ સિદ્ધિ 2028માં હાંસલ કરશે તેવી 2017માં ધારણાં મૂકવામાં આવી હતી.

2031-32માં ભારતનું અર્થતંત્ર જાપાનની બરોબરીમાં આવી જશે. બેન્કના પ્રોજેકશનમાં ભારતના આર્થિક વિકાસ દરની ધારણાં 6 ટકા મૂકવામાં આવી છે જ્યારે ફુગાવાનો આંક પાંચ ટકા અને ઘસારો બે ટકા મુકાયો છે.

ભારતના ત્રણ મુખ્ય ચાલકબળો -લોકવસતિ, નાણાંકીય પરિપકવતામાં વધારો તથા બજારોના થઈ રહેલા વિસ્તરણ-ને આધારે આ ધારણાં આવી પડી છે.  આ ઉપરાંત ભારતના ફોરેકસ રિઝર્વનું સ્તર તથા નીચા ધિરાણ દરો તેની જમા બાજુ છે, જે આગામી કેટલાક વર્ષોમાં તેને વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવામાં મદદ કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નકારાત્મક રહેવા નિશ્ચિત છે. પરંતુ આગામી નાણાં વર્ષમાં વિકાસ દર દસ ટકાથી ઉપર રહેવાની વિવિધ રેટિંગ એજન્સીઓ ધારણાં મૂકી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.