દુનિયાભરમાં અમેરિકા બાદ ભારતે ફક્ત 34 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સીન આપીને મોટી સિદ્ધિ મેળવી.
ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છેભારતમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ ચૂકી છે. આ આંક ભારતે ફક્ત 34 દિવસમાં મેળવ્યો છે. શુક્રવાર સુધીમાં દેશમાં 1 કરોડથી વધારે લોકોને વેક્સીનેશન કરાયું છે
આ સાથે જ થોડા જ દિવસોમાં સૌથી વધુ વેક્સીન આપવાનો પ્રબંધ પણ કરાયો. કેટલાક લોકો સંકોચ કરી રહ્યા હતા અને તેની ગતિ ધીમી પડી આ કારણે અમેરિકા આગળ નીકળી ગયું.
ભારતે પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનના 1 કરોડથી વધારે ડોઝ આપ્યા છે અને તે પણ ફક્ત 34 દિવસમાં કરાયું છે
ડો. હર્ષવર્ધને કહ્યું કે વેક્સીનના કારણે દેશમાં કોઈ ગંભીર ઘટના જોવા મળી નથી અને વેક્સીનેશનના કારણે કોઈનું મોત પણ થયું નથી. હું દરેક પ્રોફેશનલ્સને અનુરોધ કરું છું કે તેઓ વેક્સીન લગાવડાવે.
12 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. આ રાજ્યોમાં બિહારમાં 84.7 ટકા, ત્રિપુરામાં 82.9 ટકા, ઓરિસ્સામાં 81.8 ટકા, ગુજરાતમાં 80.1 ટકા, છત્તીસગઢમાં 79.7 ટકા, ઉત્તરાખંડમાં 77.7 ટકા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં 75.6 ટકા, હિમાચલમાં 75.4 ટકા અને રાજસ્થાનમાં 75 ટકા વેક્સીનેશન થયું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન અપાઈ ચૂકી છે. તેમાં ફ્કત 34 દિવસનો સમય લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.