હૈરિસે ભારતના યોગદાનને યાદ કરતા કહ્યું કે મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી અને હવે અમે ભારતની મદદ માટે તેની સાથે છીએ. સંકટની આ ઘડીમાં નવી દિલ્હીની સહાયતા માટે દુનિયામાંથી મદદ આવી રહી છે.
કોરોનાની લડાઈમાં ભારતના યોગદાનના વખાણ કરતાં તેઓએ કહ્યું કે મહામારીની શરૂઆતમાં જ્યારે અમારી પાસે બેડની અછત થઈ ત્યારે ભારતે મદદ મોકલી હતી આજે જરૂરના સમયે અમે મદદ માટે તૈયાર છીએ.
હૈરિસે કહ્યું કે અમે એશિયાઈ કાર્ડના સભ્યના રૂપમાં વૈશ્વિક સમુદાયના ભાગના રૂપમાં અને ભારતના દોસ્તના રૂપમાં તેને મદદ આપી રહ્યા છીએ. જો આપણે મળીને કામ કરીશું તો મુશ્કેલીથી બહાર આવી શકીશું.
હૈરિસે કહ્યું કે 26 એપ્રિલે બાયડન અને પીએમ મોદીની વાત થઈ હતી અને 20 એપ્રિલ સુધી સંયુક્ત રાજ્ય અમેરિકાના સૈન્ય સદસ્ય અને નાગરિક રાહત આપી રહ્યા હતા.
તેઓએ કહ્યું કે ભારત અને અમેરિકા દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવે છે. અણે માનીએ છીએ કે આ લડાઈ કોઈ એક દેશની નથી પણ આખી દુનિયાએ મળીને તેની સામે લડવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.