ભારતે હોકીની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને મેડલની જીત સુનિશ્ચિત કરી..

આજે એક રસાકસીભરી મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને 4-2થી પરાજય આપ્યો હતો. આ અગાઉ ઓસ્ટ્રેલિયાને પણ લગભગ પાંચ દાયકા પછી ભારતે હરાવ્યું છે. હવે સેમી ફાઈનલમાં ભારતીય ટીમ પૂરા જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ભારત હજુ સુધી માત્ર ત્રણ મેડલ જીત્યું છે.

અગાઉની મેચમાં ભારતે 52 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું

આ વખતે ટીમ પાસેથી લોકોને મેડલની આશા બંધાઈ છે.

ભારતીય ગોલકીપર શ્રીજેસ જીતનો હીરો રહ્યો હતો જેણે 2 ગોલ બચાવ્યા

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે આજે સારા સમાચાર આવ્યા છે. આજે એક મુશ્કેલ ગેમમાં ભારતે ગ્રેટ બ્રિટનને હોકીમાં હરાવ્યું છે અને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઑલિમ્પિક ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને પછાડીને શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારત હવે હોકીની સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતે 4-2થી બ્રિટનને પરાજય આપ્યો છે.

આજની ક્વાર્ટર ફાઇનલ મૅચ ખૂબ જ રોમાંચક રહી હતી. પેરિસમાં આજની રમતમાં હાફ ટાઇમ સુધીમાં બંને ટીમ તરફથી એક-એક ગોલ કરવામાં આવ્યો હતો. ભારત અને બ્રિટનની ટીમો 1-1 થી બરાબરી પર હતી. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલીને ભારત માટે મૅચનો પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર પછી તરત બ્રિટન તરફથી લી મૉર્ટને ટીમ માટે ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. ત્યાર બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી, જેમાં ભારતે 4-2થી મૅચ જીતી લીધી હતી. આ અગાઉની મેચમાં ભારતે 52 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અનેક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ટીમ પાસેથી લોકોને મેડલની આશા બંધાઈ છે.

ભારતીય ગોલકીપર શ્રીજેસ જીતનો હીરો રહ્યો હતો જેણે 2 ગોલ બચાવ્યા હતા. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ફુલ ટાઈમ મેચમાં બંને ટીમનો સ્કોર 1-1 થી બરાબર હતો. ભારતે શૂટઆઉટમાં સતત 4 ગોલ કર્યા હતા જ્યારે બ્રિટિશ ટીમ માત્ર બે ગોલ કરી શકી હતી. મેચની 22મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારત વતી ગોલ ફટકારીને 1-0ની સરસાઈ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં આ તેનો 7મો ગોલ હતો.

ભારતીય હોકી ટીમ હવે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત પાસે 52 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે. અગાઉ ભારતીય ટીમ 1968 અને 1972 ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચી હતી. ત્યારે ટીમે 1980માં સેમિફાઈનલ રમીને ગોલ્ડ પણ જીત્યો હતો, પરંતુ આ પછી ટીમ 2020 ટોકિયો ઓલિમ્પિકમાં સેમિફાઈનલ રમી હતી. ગ્રેટ બ્રિટન છેલ્લા 36 વર્ષથી હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતી શક્યું નથી. બ્રિટને સિઓલમાં 1988માં પશ્ચિમ જર્મનીને 3-1થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. તેના પછી ટીમ લંડન ઓલિમ્પિકમાં ટૉપ-4માં પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.