કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને શુક્રવારે જી 7 પ્લસ મંત્રીસ્તરીય બેઠક દરમિયાન રસી પાસપોર્ટના આ નિર્ણયને ભેદભાવ ભર્યો ગણાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કહ્યુ કે ભેદભાવ કરનારી આ પહેલ મંજૂર ન કરી શકાય. ડો. હર્ષવર્દને કહ્યુ કે આ પ્રકારનો નિર્ણય ભેદભાવ દર્શાવે છે જેમાં દેશ ફક્ત રસી લેનારા પ્રવાસીઓને જ પરવાનગી આપે છે. કેમ કે વિકાસશીલ દેશો રસીકરણ કવરેજ વિકસિત દેશોની સરખામણીમાં ઓછુ છેે.
હકિકતમાં કોરોના બાદ અનેક દેશોમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલર પર પ્રતિબંધ છે. આના ચાલતા WHO અને WEFજેવા સંગઠનોને વેક્સિન પાસપોર્ટ બનાવવા પર કામ કરી રહ્યા છે. યૂનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિજ્મ ઓર્ગેનાઈઝેશનને (UNWTO)એ દુનિયાભરના દેશોમાં રસી પાસપોર્ટને લાગૂ કરવાની માંગ કરી છે. જેથી ફરી દુનિયામાં ટુરિઝમ શરુ થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.