ગુટરેસે ઈઝરાયલ તરફથી ગાઝાની વચ્ચે તણાવને બહું ગંભીર ઠરાવ્યો,ભારતે પેલેસ્ટાઈનની યોગ્ય માંગોનું સમર્થન કર્યુ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિે કહ્યુ કે ગાઝા પટ્ટીમાં જે રીતે રોકેટના હુમલા કરવામાં આવ્યા છે તે હુમલાની ભારત નિંદા કરે છે. સાથે બન્ને દશોને અપીલ કરે છે કે તત્કાલ તણાવને ઓછો કરે અને શાંતિ તરફ પગલા ભરે.

આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ઈઝરાયલ તરફથી ગાઝાની વચ્ચે તણાવને બહું ગંભીર ઠરાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી ટીએમ તિરુમૂર્તિએ કહ્યુ કે ગત અઠવાડીયે પૂર્વ જેરુસલેમમાં શરુ થયેલી હિંસા નિયંત્રણની બહાર જવાથી સંકટ પેદા થઈ શકે છે. તેમણે કહ્યુ કે આપણે બન્ને દેશોએ સંયમથી વર્તવાની જરુર છે.

સૂત્રો મુજબ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગોનું સમર્થન કરે છે અને ટૂ નેશન- થ્યોરી અંતર્ગત મામલાને ઉકેલવા માટે વચન બદ્ધ છે. તિરુમૂર્તિએ કહ્યુ કે ગત કેટલાક દિવસોમાં બન્ને દેશોની વચ્ચે જે રીતનો તણાવ પૈદા થયો છે તેને જોયા બાદ સુરક્ષા પરિસ્થિતિઓની સ્થિતિ ઝડપથી બગડી રહ્યો છે.

તિરુમૂર્તીએ કહ્યું કે બન્ને દેશોની વચ્ચેની જંગમાં ભારતને નુકસાન થયું છે. બન્ને દેશોની વચ્ચેના રોકેટ હુમલામાં ભારતે ઈઝરાયલમાં એક ભારતીય મહિલાને ગુમાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.