કોમેડિયન ભારતી સિંહ મજાક કરવાના અંદાજ અને ફની જોક્સના કારણે જાણીતી છે, કંઈ પણ થઇ જાય, તેની પંચેજ ઓનપ્વોઈન્ટ રહે છે. કોઈ પણ એવું નથી, જેને તેની વાતો પર હસવાનું મન ન થાય. આ સમયે ભારતી સિંહ પોતાની પ્રેગ્નન્સીના દરેક ફેઝને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ દરમિયાન જ ભારતીએ પતિ હર્ષ લીંબાચિયા સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. અને કહેવામાં આવી રહ્યું છે કે, ભારતી સિંહ આગામી મહિનામાં એટલે કે, એપ્રિલમાં બેબીને જન્મ આપશે.
ભારતી સિંહે જે ફોટોશૂટ કરાવ્યો છે, તેમાં તે પેસ્ટલ સ્કાય રોજી કલરના રફલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. સ્લીવ્ઝમાં રફલ લાગેલી છે. ફ્રન્ટ પર એક મોટું ફૂલ બનાવ્યું છે, જેના પર બટન લગાવવામાં આવ્યું છે. ભારતી સિંહનો મેકઅપ ખૂબ જ સારો લાગી રહ્યો છે.અને વાળને ભારતીએ ખુલ્લા રાખ્યા છે અને બેકગ્રાઉન્ડમાં ટર્કોઈઝ કલર અને પિંક ફ્લાવર્સ બનેલા છે. ફોટોને ‘દ લૂની લેન્સ’ એ ક્લિક કર્યા છે.
ભારતી સિંહનો પતિ હર્ષ લીંબાચિયા પોતાની લેડી લવનું ખાસ ધ્યાન રાખે છે. ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયાએ બીજા પણ ફોટો શેર કર્યા છે, જેમાં તે એક મેટ પર બેસેલી જોવા મળી રહી છે. તેમજ, ભારતી સિંહના બેબી બંપને પકડીને હર્ષ કેમેરામાં પોઝ આપતા જોવા મળી રહ્યો છે. ફેન્સને ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયાનો આ મેટરનિટી ફોટોશૂટ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અને ચારે તરફ આની ચર્ચા થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.