ભારતીસિંહનું ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ વાઇરલ પતિ સાથે આપ્યા રોમેન્ટિક અંદાજમાં પોઝ

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. અત્યારે કોમેડિયન ક્વીન ભારતી સિંહ પોતાની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે. ભારતી પ્રેગ્નેન્સીના દરેક ક્ષણને યાદગાર બનાવવા માગે છે. ભારતીનો પતિ હર્ષ પોતાની લેડી લવનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે.અને કોમેડી ક્વીને હવે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાની શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

ભારતીએ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે એક ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યો છે.અને જેના ફોટો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. દરેક તસવીરમાં ભારતીના ચહેરા પર માતા બનવાની ખુશી અને પ્રેગ્નન્સીનો ગ્લો જોવા મળી રહ્યો છે.

ભારતીએ ફોટોશૂટમાં શ્રાગ કેરી કર્યો છે જેના પર સુંદર વર્ક કરવામાં આવ્યું છે. આ ડ્રેસની સાથે ભારતીએ લાઇટ ગ્લોઇંગ મેકઅપ કર્યો છે. અને લાઇટ પિંક લિપ્સ્ટિક, સ્મોકી આઇ મેકઅપમાં ભારતી ડીવા લાગી રહી છે. ભારતીએ પોતાના આ ગોર્જિયસ લૂકને કમ્પ્લીટ કરવા માટે નાના ઇયરરિંગ્સ પહેર્યા છે. જ્યારે હર્ષ પ્રિન્ટેડ બ્લૂ કલરના બ્લેઝરમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.