ભારતીય-અમેરિકી કાર્યકર્તાએ ઉઠાવ્યો OCI કાર્ડનો મુદ્દો, ભારત સરકારને કરી ખાસ અપીલ

ભારતીય અમેરિકી લોકોને અમેરિકાથી ભારતની યાત્રામાં એરપોર્ટ પર થતી મુશ્કેલીઓને જોતા એક ભારતીય અમેરિકી કાર્યકર્તાએ કહ્યું છે કે ઓસીઆઈ કાર્ડને મલ્ટી પર્પસ લાઇફ લૉન્ગ વિઝા તરીકે લેવાનું બંધ કરવું જોઇએ. તેમણે ભારત સરકારને અનુરોધ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઓસીઆઈ કાર્ડની જોગવાઈઓ પ્રમાણે 20 વર્ષથી ઓછી ઉંમરનાં અને 50 વર્ષથી વધારે ઉંમરનાં લોકોને પાસપોર્ટનાં નવીનીકરણ કરાવવાની સાથે જ દર વખતે પોતાના ઓસીઆઈ કાર્ડનું નવીનીકરણ પણ કરાવવાનું રહે છે.

નવીનીકરણ કરાવવા સંબંધી જોગવાઈઓ ઘણા વર્ષોથી છે, પરંતુ ભારતીય ગૃહ મંત્રાલયનાં નિર્દેશો પર ભારત સુધી એરલાઇન્સનું સંચાલન કરનારી આંતરરાષ્ટ્રિય એરલાઇન્સે આને હવે કડક રીતે લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. આ મહિનાની શરૂઆતમાં આ જોગવાઈમાં 30 જૂન 2022 સુધીની છૂટ આપવામાં આવી હતી, પરંતુ ઓસીઆઈ કાર્ડ ધારકોને કહેવામાં આવી રહ્યું છે કે ભારત યાત્રાનાં સમયે તેઓ પોતાના જૂના પાસપોર્ટ પોતાની સાથે રાખે, જેમાં ઓસીઆઈ કાર્ડની સંખ્યા નોંધવામાં આવી હોય. જો કે કાર્ડ ધારકોને આ ના નવા નિયમોની જાણકારી નથી.

અમેરિકામાં જયપુર ફુટનાં પ્રમુખ તેમજ સામુદાયિક કાર્યકર્તા પ્રેમ ભંડારીએ જણાવ્યું કે, “ઓસીઆઈ કાર્ડ એક બહુઉદ્દેશીય આજીવન વિઝા નથી, જેવું કે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ ભ્રમને દૂર કરવા માટે એ જરૂરી છે કે સરકાર તરત જ એ સ્પષ્ટ કરે અને આ સંબંધમાં ખામીઓને દૂર કરે.” તેમણે કહ્યું કે ઘણા ઓસીઆઈ કાર્ડ ધારકોનું કહેવું છે કે જો આ જીવનપર્યંત વીઝા છે તો દરેક વખતે પાસપોર્ટનાં નવીનીકરણ પર તેમને આ કાર્ડનું પણ નવીનીકરણ કેમ કરાવવું પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.