ભારતના આર્થિક વિકાસમાં ઘટાડાએ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાના ડગમગાતા લોકો પણ ચિતિંત છે. જોકે, મોદી સરકારમાં તેમનો વિશ્વાસ હાલમાં પણ યથાવત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે, લગભગ 60 ટકા ભારતીયોનો અર્થવ્યવસ્થા પર દ્રષ્ટિકોણ નકારાત્મક છે. આ સર્વે ગુરૂવારે રિલીઝ થયો છે.
આ સર્વેક્ષણ 12,141 લોકો પર કરવામાં આવ્યો. સર્વેક્ષણમાં સામેલ લોકોમાં 29 ટકા લોકોનું માનવું હતું કે, અર્થવ્યવસ્થાનું પ્રદર્શન સારૂ છે અને ચિંતા કરવાની કોઇ વાત નથી. તેનાથી ઉલટ તેવા લોકોની સંખ્યા વધુ છે જે એવું માને છે કે, અર્થવ્યવસ્થાનું પ્રદર્શન ખરાબ અને ધીમુ છે.
સર્વેમાં સામેલ 32 ટકા લોકોનું માનવું છે કે, અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે પરંતુ ગત વર્ષોની તુલનામાં તેની ગતિ ધીમી છે. 18 ટકા લોકોનું માનવું છે કે, અર્થવ્યવસ્થા જરા પણ આગળ વધી નથી, જ્યારે 10 ટકા લોકોનું માનવું છે કે, અર્થવ્યવસ્થામાં સતત ઘડાડો થઇ રહ્યો છે. બાકી 11 ટકા લોકોએ પોતાનું મંતવ્ય જણાવ્યું નથી.
જો સરકાર બેરોજગારોની સમસ્યાથી ઇન્કાર કરી રહી છે, પરંતુ સર્વે જણાવે છે કે બેરોજગારોની સમસ્યા ભારતીયોની સૌથી મોટી ચિંતા છે. સર્વેમાં સામેલ 32 ટકા લોકોનું માનવું છે કે, તેઓ સૌથી વધારી બેરોજગારીથી ચિંતિત છે. 15 ટકા લોકો ખેડૂતોની મુશ્કેલીની ચિંતાનો વિષય માને છે. 14 ટકા લોકો મોંઘવારી, 12 ટકા લોકો ભ્રષ્ટાચાર અને 10 ટકા લોકો આર્થિક મંદીને મોટી સમસ્યા માને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.