ભારતીય અર્થતંત્રમાં 4.5%ના ઐતિહાસિક ઘટાડાનું અનુમાન, 1961 પછી દેશનો સૌથી નીચો વિકાસદર

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (IMF) બુધવારે ભારતીય અર્થતંત્રમાં 4.5%નો ઝડપી ઘટાડો થવાની આગાહી કરી છે. કોવિડ-19 રોગચાળાને કારણે આ ઐતિહાસિક ઘટાડાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, IMFને અપેક્ષા છે કે 2021માં અર્થતંત્ર ફરીથી પાટા પર આવશે. જેમાં વિકાસ દર 6% રહેવાનો અંદાજ છે. IMFએ 2020માં વૈશ્વિક વિકાસદર નકારાત્મક 4.9% બતાવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 1.9% ઘટવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

કોવિડ-19 મહામારીનો પ્રભાવ ભારતીય મૂળના IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને જણાવ્યું કે, આ વર્ષે ભારતના અર્થતંત્રમાં 4.5%ના ઘટાડાનો અંદાજ છે. આ ઐતિહાસિક ઘટાડાનું અનુમાન કોરોનાને પગલે થયેલા નુકસાનના કારણે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, લોકડાઉન પછી દેશનો 75%થી વધુ ભાગ એક સાથે ફરી ખુલી4.9 રહ્યો છે. પરંતુ આરોગ્યની અનિશ્ચિતતાને કારણે તેની અસર વધુ સમય માટે રહેશે.

2020ના પહેલા છ મહિનામાં વધુ નકારાત્મક અસર IMF દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, કોવિડ-19 રોગચાળાએ વર્ષ 2020ના પહેલા છ મહિનામાં વધુ નકારાત્મક અસર કરી છે. અહેવાલમાં 2021માં વૈશ્વિક વિકાસ દર 5.4% થવાનો અંદાજ મુક્યો છે. 2020માં પહેલી વખત બધા પ્રદેશોમાં નકારાત્મક વિકાસ દર થવાનો અંદાજ છે.

1961 પછીનો ભારતનો સૌથી નીચો વિકાસ દર રિપોર્ટમાં કહ્યું છે કે, લાંબા ગાળાના લોકડાઉન અને ઇકોનોમીમાં ધીમા સુધારાથી 4.5%નો ઘટાડો થવાનો અંદાજ છે. રેકોર્ડ અનુસાર, આ 1961 પછીનો ભારતનો આ સૌથી નીચો વિકાસ દર છે. જોકે, 2021માં 6%ની વૃદ્ધિ સાથે ભારતની અર્થવ્યવસ્થા ટ્રેક પર પાછી આવશે તેવી સંભાવના છે. વર્ષ 2019માં ભારતનો વિકાસ દર 4.2% હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.