મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્સાગ્રામ પર પોસ્ટ કરીને પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું કે, તમારા પ્રેમ અને સમર્થન માટે ખુબ આભાર. આજે સાંજે 7.29 વાગ્યાથી મને રિટાયર સમજવામાં આવે. આ પોસ્ટ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો.
ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ જ સંન્યાસ લઈ ચુક્યા છે ધોની
મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકટમાં આ આગાઉ જ સંન્યાસની જાહેરાત કરી ચુક્યાં છે. જો કે વન-ડે અને ટી20માં તેઓ ભારતીય ટીમનો હિસ્સો બનેલા હતા. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ધોની ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના કપ્તાન રહી ચુક્યા છે.
કારકિર્દીની શરૂઆત
એમએસ ધોનીએ વર્ષ 2004માં બાંગ્લાદેશ સામેની મેચમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ધોની અત્યાર સુધીમાં 90 ટેસ્ટ મેચ, 350 વન-ડે અને 98 ટી20 મેચ રમી ચુક્યો છે. ટેસ્ટમાં ધોનીએ 6 સદી ફટકારી છે જ્યારે વન-ડેમાં ધોનીના નામે 10 સદી નોંધાયેલી છે. આ સિવાય પોતાના હેલિકોપ્ટ શોટના કારણે પણ ચાહકોમાં તેમણે પોતાની અલગ છાપ ઉભી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.