ઈગ્લેન્ડ સામેની T20 સીરિઝની શરૂઆતમાં જ ભારતીય ક્રિકેટ ટીમને મોટી પછડાટ પડી છે. અમદાવાદના મેદાન પર રમાયેલી પહેલી મેચમાં ઈગ્લેન્ડે ભારતને 8 વિકેટથી પરાસ્ત કર્યું છે.
ઈગ્લેન્ડના ઓપનર જેસન રોયે 49 રન બનાવ્યા હતા. ઈગ્લેન્ડે માત્ર 2 વિકેટના નુકસાનથી મેચ જીતી લીધી હતી. આમ સીરિઝમાં એક વિનિંગથી શરૂઆત કરી હતી. આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ટીમને ખબર જ ન હતી કે, આ વિકેટ પર શું કરવાનું છે. જોકે કોહલીએ આ હારનું ઠીકરું પીચ પર ફોડી નાંખ્યું છે. તેણે ઉમેર્યું કે, પીચને કારણે ટીમ દિલ ખોલીને રમી શકી નથી. અમને ખબર ન હતી કે પીચ પર શું કરવાનું છે.
કોહલીએ કહ્યું કે, ભૂલનો સ્વીકાર કરૂ છું અને વધું ફોક્સ વ્યૂહરચના સાથે પરત ફરીશું. વિકેટને કારણે અમે ધાર્યા શોટ મારી શક્યા નથી. શ્રેયસે અમને શીખવાડ્યું કે, ક્રીઝનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે અને બાઉન્સનો કેવી રીતે ફાયદો ઊઠાવી શકાય છે. હા, અમારી બેટિંગ ઘણી ખરાબ રહી છે.
આ ઈન્ટરનેશનલ ક્રિકેટનો એક ભાગ છે. આવા ઊતાર ચડાવ તો આવ્યા કરે. જ્યારે તમારો દિવસ હોય ત્યારે તમે સારો સ્કોર કરી શકો છો. પણ ક્યારેક ધાર્યું પરિણામ મળતું નથી.
તેણે કહ્યું કે, વ્હાઈટ બોલથી રમવામાં થોડો ગર્વ થાય છે. અગાઉ અમે પણ T20 સીરિઝ જીતેલા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.