ભારતીય ક્રિકેટરોના ફિટનેસ ટેસ્ટને લઇને એક મોટી ખબર સામે આવી છે.
- 20 ખેલાડીઓએ આપ્યો હતો ફીટનેસ ટેસ્ટ
- 6 ખેલાડીઓ થયા ફીટનેસ ટેસ્ટમાં ફેલ
આ લિસ્ટમાં વીકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસન અને ઇશાન કીશન, નીતિશ રાણા, રાહુલ તેવટીયા, તે સિવાય સિદ્ધાર્થ કૌલ અને જયદેવ ઉનડકટ સામેલ છે.
2018માં પણ યોયો ટેસ્ટમાં ફેલ થવાને કારણે સેમસન, શમી અને રાયડુનું સિલેક્શન નહોતું થયું.
સુત્રોના જણાવ્યા અનુસાર ઇંન્ગ્લેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવર સિરીઝ અને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડકપના કારણે આ ખેલાડીઓનો ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આમાં યોયો સિવાય પણ 2 કીમી રનિંગનો પણ ટેસ્ટ હતો. બેટ્સમેન, વીકેટ કીપર અને સ્પિનરને 2 કીમી 8 મિનીટ અને 30 સેકન્ડમાં પુરી કરવાની હતી જ્યારે ફાસ્ટ બોલરને 8 મિનીટ 15 સેકન્ડમાં પુરી કરવાની હતી પરંતુ તેમાંથી 6 ક્રિકેટર આ ટેસ્ટ પાસ કરી શક્યા નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.