કારમાં બળાત્કાર કર્યો… ભારતીય ક્રિકેટર નિખિલ ચૌધરી ફસાયો, ઓસ્ટ્રેલિયાની મહિલાએ રડતાં-રડતાં લગાવ્યો આરોપ

Nikhil Chaudhary Rape Trial: ભારતીય ક્રિકેટર નિખિલ ચૌધરી પર ઓસ્ટ્રેલિયન મહિલાએ બળાત્કરનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે, જોકે બિગ બૈશ લીગના ક્રિકેટ ખેલાડી નિખિલ ચૌધરીએ આ આરોપોને નકારી દીધા છે.

ભારતીય મૂળનો ક્રિકેટર નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીમાં ફસાતો જોવા મળી રહ્યો છે. તસ્માનિયાના બિગ બેશ ક્રિકેટર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. પીડિતાના મિત્રોએ ટાઉન્સવિલેની ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું કે તેઓએ તેને રડતાં અને કહેતા સાંભળ્યું છે કે, તેની સાથે બળાત્કાર થયો છે. તેના પર મે 2021માં ટાઉન્સવિલે નાઈટક્લબ સ્ટ્રીપમાં નાઈટ આઉટ દરમિયાન એક મહિલાનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ફરિયાદીઓએ આરોપ મૂક્યો છે કે, ફ્લિન્ડર્સ સ્ટ્રીટ પર ચૌધરીની કારમાં મહિલાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તેને ઇજા થઈ હતી અને લોહી વહેતું હતું. બચાવ પક્ષ આ વાત પર વિવાદ કરી રહ્યો છે કે સું ડિજીટલ પ્રવેશ થયો અને શું મહિલાએ યૌન કૃત્ય માટે સહમતી આપી હતી. ટાઉન્સવિલે જિલ્લા અદાલતને મળેલા રિપોર્ટ અનુસાર, ચૌધરી 20 વર્ષીય પીડિતાને ધ બેન્ક નાઇટ ક્લબના ડાન્સ ફ્લોર પર મળ્યા હતાં, જ્યાં તેઓએ ડાન્સ અને કિસ કરી.

મહિલાના મિત્રોએ મંગળવારે કોર્ટમાં જણાવ્યું કે તેઓ જ્યારે ફરિયાદી અને ચૌધરીને સવારે 3 વાગ્યાની આસપાસ તેમની કારમાં જતા જોયા ત્યારે તેઓ ચિંતિત થઈ ગયા હતા. એક મિત્રએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે પીડિતાની કારની બારી ખખડાવ્યા બાદ કારમાંથી નીકળતા જોઈ હતી. મિત્રએ કોર્ટને જણાવ્યું- પીડિતા રડી રહી હતી, તેણે કહ્યું કે તેણે તેની સાથે બળાત્કાર કર્યો છે.

માતાએ જણાવ્યું- તેણે મને રડતા રડતા ફોન કર્યો અને કહ્યું…

પીડિતાની માતાએ કહ્યું કે તેની દીકરીએ 23 મેની સવારે રડતા-રડતા તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેના પર હુમલો કરવામાં આવ્યો છે, તે પોલીસ સાથે છે અને તેને હોસ્પિટલમાં જવું પડશે. માતાએ કહ્યું- તેણે કહ્યું કે તે એક છોકરાને મળી હતી અને બાદમાં એક કારમાં બેઠી અને તે તેની પાછળ પડી ગયો. મેં પુછ્યું, ‘શું તેણે તને અડ્યુ હતું?’ અને તેણે કહ્યું… ‘તેણે પ્રયત્ન કર્યો’ ફોરેન્સિક નર્સ નિકોલ એટકેને કહ્યું કે તેણે કથિત બળાત્કારના અમુક કલાકોની અંદર ફરિયાદીની તપાસ કરી. તેણે જણાવ્યું કે, કિસ સહમતિથી થઈ હતી અને સંબંધ સહમતિથી નહતો થયો. પીડિતાને આંતરિક ઈજાઓ થઈ હતી.

બચાવ પક્ષે આપી આ દલીલ

બચાવ પક્ષના વકીલ ક્લેર ગ્રાન્ટે જણાવ્યું હતું કે તેના અસીલે રાત્રે પોલીસને જણાવ્યું હતું કે ફરિયાદી તેની સાથે ઘરે જવા માંગતી હતી. કથિત પીડિતાએ એમ પણ કહ્યું કે, ‘તે તેના મિત્ર વિના જવા માંગતી નહતી. ફરિયાદી શેનન સધરલેન્ડે સોમવારે પોતાના સંબોધનમાં કહ્યું કે ચૌધરીએ 20 વર્ષીય પીડિતાનો ફાયદો ઉઠાવ્યો. તેણે કોર્ટને જણાવ્યું- તેણે તે રાત્રે જે કંઈ થયું તેને વિશે જુઠું બોલી અને પોલીસને જણાવ્યું કે તેની કારમાં એક મહિલાની સાથે કોઈ શારીરિક સંબંધ નહતા બનાવાયા.

નિખિલ ચૌધરીનું ક્રિકેટ કરિયરઃ જણાવી દઈએ કે નિખિલે ઓસ્ટ્રેલિયન લીગ BBLમાં હોબાર્ટ હરિકેન્સ માટે 9 મેચ રમી છે, જ્યારે તેણે 6 ઇનિંગ્સમાં 25.67ની એવરેજ અને 142.59ની સ્ટ્રાઇક રેટથી 154 રન બનાવ્યા છે. તેના નામે 5 વિકેટ પણ છે. અગાઉ, તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ માટે 2 લિસ્ટ A અને 21 T20 મેચ રમી હતી. નિખિલ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ સફળ ક્રિકેટર બનવા માટે જાણીતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.