ભારતીય જવાનોએ ચીનને આપી વધુ એક માત, પેંગોંગ સરોવરનો દક્ષિણ વિસ્તાર ભારતના કબજામાં

લદ્દાખની પૂર્વે આવેલા પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાના કેટલાક પહાડી શિખરો ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સે કબજે કરી લઇને ત્યાં  ભારતીય રાષ્ટ્રધ્વજ  સ્થાપી દીધો હતો. આમ ચીનને વધુ એક આંચકો આપ્યો હતો. બ્લેક ટોપ નજીકના કેટલાક વિસ્તારો ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સે કબજે કરી લીધા હતા.

આ મોરચાબંધીનો સૌથી મોટો લાભ એ છે કે પૂર્વ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સામી બાજુએ ચીની જવાનો શું કરી રહ્યાં છે એ આપણા જવાનો ઊંચા સ્થાનો પરથી સ્પષ્ટ રીતે નિહાળી શકશે.

એક અહેવાલ મુજબ ભારતીય જવાનો ફુરચુક લા પાસથી પસાર થઇને બ્લેક ટોપ સુધી પહોંચી ગયા હતા. ફુરચુક લા પાસ દરિયાની સપાટીથી 4,994 મીટર ઊંચો વિસ્તાર છે. અત્યાર અગાઉ ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સના જવાનો પેંગોંગ સરોવરના ઉત્તર તરફના કિનારે ફિંગર ટુ અને ફિંગર થ્રી પોસ્ટ પર ફરજ બજાવતા હતા. હવે એની આસપાસનાં શિખરો પર પણ આપણો કબજો છે.

પોતાના જવાનોનો ઉત્સાહ વધારવા ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સના ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) ઇન્સ્પેક્ટર જનરલ એમ એસ રાવત સતત છ દિવસ પોતાના જવાનોની સાથે રહ્યા હતા.

તેમની સાથે આઇજી (પર્સોનેલ ) દલજિત ચૌધરી અને આઇજી (લેહ) દીપમ પણ ત્યાં રહ્યા હતા.

ફુરચુક લા પાસ (પીએલએ)ની ઉપરનાં પહાડી શિખરો પર પહેલાં કોઇનો કબજો નહોતો. હવે આપણા જવાનોનો કબજો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.