ભારતીય મૂળના અમેરિકન મહિલા સાંસદે ટ્રમ્પ સામે કરી લાલ આંખ, કહ્યું કે…

ભારતીય અમેરિકન સંસદ પ્રેમિલા જયપાલે કહ્યું છે કે સત્તાનો દુરૂઉપયોગ કરનાર રાષ્ટ્રપતિની વિરૂદ્ધ ઉભા ના થવું એક ખોટો દાખલો રજૂ કરશે. તેમણે કહ્યું કે આ દેશના ભવિષ્ય માટે સારું રહેશે નહીં. જયપાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગ ચલાવા મજબૂતીથી સમર્થન કરતા આ વાત કહી.

જયપાલે કહ્યું કે જો આપણે હવે આવા રાષ્ટ્રપતિનું વિરૂદ્ધ ઉભા થઇશું નહીં તો જે સત્તાનો દુરૂઉપયોગ કરે છે તો આપણે ભાવિ રાષ્ટ્રપતિઓને એવો સંદેશ આપવાનું જોખમ લઇ રહ્યા છીએ કે તેઓ અમેરિકાના લોકો, આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને આપણી ચૂંટણીઓની જગ્યાએ પોતાની ખાનગી રાજકીય હિતને ઉપર રાખી શકીએ છીએ અને આ આપણા લોકતંત્ર માટે ગંભીર ખતરો છે.

સદનની ન્યાયિક સમિતિ દ્વારા ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની સુનવણીના પહેલાં દિવસે જયપાલે રાષ્ટ્રપતિની વિરૂદ્ધ આ કાર્યવાહી કરવાનું પૂરજોશથી સમર્થન કર્યું. શક્તિશાળી સદન ન્યાયિક સમિતિમાં તેઓ એકમાત્ર ભારતીય-અમેરિકન સભ્ય છે. જયપાલે કહ્યું કે આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે જેમાં હાલ આપણે બધા ફસાયા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.