ચીન સાથે વધી રહેલા તનાવની વચ્ચે ભારતીય નૌ સેનાએ પોતાની તાકાત બતાવી છે.નૌસેનાના જહા આઈએનએસ પ્રબલ પરથી લોન્ચ કરેલી એન્ટી શીપ મિસાઈલે એક જહાજ ફૂંકી માર્યુ હતુ.
નૌસેનાએ જણાવ્યુ હતુ કે, આ એક પરીક્ષણ હતુ અને તે સફળ પૂરવાર થયુ છે.આઈએનએસ પ્રબળ પરથી લોન્ચ થયેલી મિસાઈલે પોતાની મહત્તમ રેન્જ પર લક્ષ્યને નિશાન બનાવ્યુ હતુ.
નૌસેનાએ પરીક્ષણ માટે એક જહાજનો જ ઉપયોગ કર્યો હતો.આ જહાજ પર મિસાઈલે સચોટ વાર કર્યો હતો અને ગણતરીની સેંકડોમાં જહાજના ફૂરચા થઈ ગયા હતા અને તેણે પાણીમાં જળ સમાધી લીધી હતી.
નૌસેના દ્વારા તેનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર રિલિઝ કરાયો છે.જેમાં મિસાઈલ સચોટ રીતે લક્ષ્ય વેધ કરીને જહાજને ફૂંકી મારે છે તે જોઈ શકાય છે.
આઈએનએસ પ્રબલ એક કોર્વેટ પ્રકારની મિસાઈલ બોટ છે.જે કદમાં તો નાની છે પણ પોતાની ક્ષમતાની દ્રષ્ટિએ શક્તિશાળી છે.આ પ્રકારની મિસાઈલ બોટ નૌ સેનાએ દુશ્મન જહાજોનો સફાયો બોલાવવા માટે જ નૌ સેનામાં સામેલ કરી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.