ભારતીય પેનોરમા વિનિયમ અંતગર્ત ફિલ્મ એવોર્ડની ઘોષણા

સૂચના એવમ પ્રસારણ મંત્રાલયએ ગઝેટ નોટિફિકેશન બહાર પાડીને ફિલ્મ એવોર્ડસની ઘોષણા કરી છે. આ એવોર્ડસ ભારતીય પેનોરમા વિનિયમ ૨૦૧૯ના હેઠળ આપવામાં આવવાના છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે ૨૬ ફિલ્મોની ઘોષણા કરવામાં આવી છે જેમાંથી સૌથી વધુ ફિલ્મો બોલીવૂડની છે.

નોટિફિકેશનમાં બોલીવૂડની આદિત્ય ધરની ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક, વિકાસ બહલની સુપર ૩૦, જોયા અખ્તરની ગલી બોય, પ્રકાશ ઝાની પરીક્ષા, સંજય પૂરન સિંહ ચૌહાનની બહત્તર હૂરે, અમિત શર્માની બધાઇ હો ના નામ સામેલ છે. જ્યારે નોન ફીચર ફિલ્મ કેટગરીમાં વિક્રમજીત ગુપ્તાની બ્રિજ, વિકાસ ચંદ્રાની માયા, પંકજ જોહરની સત્યાર્થી, વિભા બક્ષીની સનરાઇઝના નામ પણ સામેલ છે.

૧૬ ઓકટોબરના રોજ સૂચના એવમ પ્રસારણ મંત્રાલયે આની ઘોષણા કરી છે. જેમાં લખ્યું છે કે, સંશોધિત ભારતીય પેનોરમા વિનિયમ ૨૦૧૯ના અનુસાર કેન્દ્ર સરકારને સંબંધિત જૂરીની ભલામણોના આધાર પર આ દરેક ફિલ્લ્મ, દિગ્દર્શકો અને મેકર્સને એવોર્ડ આપવામા આવશે. આ એવોર્ડ સમારંભ વિશે વધુ કોઇ માહિતી આપવામા આવી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.