ભારતીય રેલ્વેએ આ વર્ષે એક અનોખી સિદ્ધી હાંસલ કરી છે. સામાન્ય રીતે દર વર્ષે આપણે રેલ અકસ્માતમાં અનેક લોકોનાં મોતની ખબરો વાંચતા આવ્યા છે. પણ ભારતીય રેલ્વેએ 2019-20માં એકપણ યાત્રીનાં મોતનો દાવો કર્યો છે. એટલે કે 2019-20નાં વર્ષમાં રેલ એક્સિડેન્ટમાં એકપણ યાત્રીનું મોત નિપજ્યું નથી. રેલ્વેના 166 વર્ષનાં ઈતિહાસમાં પહેલીવાર છે કે, જ્યારે એક વર્ષમાં એક યાત્રીનું પણ મોત નિપજ્યું ન હોય. અને છેલ્લા 38 વર્ષોમાં ટ્રેન એક્સિડેન્ટ, ટ્રેનો વચ્ચેની ટક્કર, પાટા પરથી ટ્રેન ઉતરી જવી, ટ્રેનોમાં આગ લાગવા સહિતનાં કિસ્સાઓમાં 95 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.
રેલ મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું છે કે, સેફ્ટી ફર્સ્ટઃ 166 વર્ષમાં પહેલીવાર, કે જ્યારે આ નાણાકીય વર્ષમાં 0 યાત્રીઓનાં મોત નિપજ્યા છે. વર્ષ 2017-18માં ઈન્ડિયન રેલ્વે દ્વારા 73 એક્સિડેન્ટ નોંધાયા હતા. સેફ્ટીના માપદંડોનું ચુસ્તપણે પાલન કરતાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. ફાયનાન્સિયલ 19માં રેલ્વે દ્વારા ફક્ત 59 એક્સિડેન્ટ નોંધાયા છે. અને 2018-19માં દર દસ લાખ કિલોમીટરે એક્સિટેન્ડની સંખ્યા 0.06 છે. જે અત્યાર સુધીનું સૌથી નિમ્ન સ્તર છે.
રિપોર્ટ પ્રમાણે 1960-61માં અકસ્માતની સંખ્યા 2131 હતી, જે 1970-71માં ઘટીને 840 પર આવી ગઈ હતી. જ્યારે 1980-81માં કુલ અકસ્મતાનો સંખ્યા 1013 નોંધાય હતી. તો 1990-91માં 532 અકસ્માતો થયા હતા. જ્યારે 2010-11માં આવા ફક્ત 141 કેસ નોંધાયા હતા.
તો 1990-1995 દરમિયાન સરેરાશ દર વર્ષે 500 અકસ્માત નોંધાયા હતા. અને તેમાં 2400 લોકોનાં મોત અને 4300 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો 2013-18ના સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ 110 એક્સિડેન્ટ થયા હતા. જેમાં 990 લોકોનાં મોત નિપજ્યા હતા અને 1500 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.