રેલ્વેએ પોતાના આઈએએસ, આઈપીએસ અધિકારીઓ માટે બંગલો, પ્યુન કે ટેલિફોન એટેન્ડેન્ટ કમ ડાક ખલાસી (TADK)ની સુવિધા આપવામાં આવતી હતી. જો કે, રેલ્વે દ્વારા હવે મોટો નિર્ણય લેવાતાં આ સુવિધાને ખતમ કરી દેવામાં આવી છે. રેલ્વેએ તત્કાલ પ્રભાવથી આ સિસ્ટમ પર બ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. આ મામલે રેલ્વે બોર્ડે એક પત્ર લખીને તમામ ઝોનલ રેલ્વેનાં GMને મોકલી લીધો છે.
રેલ્વેનાં અધિકારીઓના ઘરમાં કામ કરવા માટે 24 કલાક માટે એક નોકર મળી જાય છે. જેને રેલ્વે બોર્ડ અને ઉત્તર રેલ્વેમાં ટેલિફોન એટેન્ડેન્ટ કમ ડાક ખલાસી કહેવામાં આવે છે. પૂર્વ રેલ્વે અને અન્ય ઝોનલ રેલ્વેમાં તેને બંગલો પ્યૂન કહેવામાં આવે છે. તેની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી. રેલ્વે અધિકારીઓ પોતાના મન પ્રમાણે જેની મરજી થાય તેની ભરતી કરી લેતા હતા અને પછી રેલ્વે કર્મી બનીને ઘરેલુ કામ કરતા હચતા. સામાન્ય રીતે 3 વર્ષ સુધી તે સાહેબના ઘરનું કામ કરતા હતા. જે બાદ તે વ્યક્તિને રેલ્વેની ઓફિસ, ઓપન લાઈન કે પછી વર્કશોપમાં શિફ્ટ કરી દેવાતો હતો. અને આ સાથે જ સાહેબ બીજા બંગલો પ્યૂનને નોકરી પર રાખી લેતાં હતા.
કહેવા ખાતર તો સિવિલ સર્વિસનાં આઈએએસ ઓફિસરોને સૌથી પાવરફૂલ માનવામાં આવે છે. પણ રેલ્વે બંગલોની સુવિધા તો તે લોકોને પણ મળતી નથી. અને આ જ કારણ છે કે, રેલ્વે અધિકારીઓના પ્યૂનની સુવિધા તે લોકોને ખટકતી હતી. અને પાંચમા પે કમિશનમાં જ તે વિશે ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ હતી. પણ રેલ્વે અધિકારીઓની લોબિઈંગના કારણ આ સુવિધા હટાવવામાં આવતી ન હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સુધી આ વાત પહોંચી હતી. અને તેઓનાં નિર્ણય બાદ જ આ સુવિધાને ખતમ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.