ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘણા આતંકવાદી મથકો પર હુમલો કરી ઉડાડી દીધા છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા અકારણ યુદ્ધવિરામના ભંગના જવાબમાં ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી. આ સમય દરમિયાન સેનાના જવાનોએ આતંકવાદી લોંચ પેડને નિશાન બનાવ્યાં હતાં. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સરહદ પર સ્થિત દુશ્મનોને ભારે નુકસાન થયું છે.
ભારતીય સેનાની આ બદલીનો વીડિયો ડ્રોન દ્વારા રેકોર્ડ કરાયો હતો. ભારતીય સેનાને આ વીડિયો જાહેર કર્યો છે. દુનિયા સાથે સાથે પાકિસ્તાન ખુદ કોરોના વાયરસથી પરેશાન છે. પરંતુ આ સંજોગોમાં પણ તે સતત જમ્મુ-કાશ્મીરના રસ્તા પરથી આતંકવાદીઓ ભારતમાં ઘુસાડી રહ્યા છે અને કાવતરું ઘડી રહ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 230 આતંકીઓ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર બેઠા છે અને ગમે ત્યારે બોર્ડરને ઓળંગી હુમલો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.