ભારતીય સેનામાં મહિલા ઓફિસર પણ સ્થાયી કમિશન મેળવી શકશે, સરકારે આપી મંજુરી

ભારતીય સેનામાં મહિલાઓના સ્થાયી કમિશનને કેન્દ્રીય રક્ષા મંત્રાલય તરફથી સત્તાવાર મંજુરી આપી દેવામાં આવી છે. ગુરુવારે સરકાર તરફથી જાહેક કરવામાં આવેલી સ્વિકૃતિ પત્ર બાદ હવે સેનામાં જુદાં-જુદાં શિર્ષ પદો પર મહિલાઓની તૈનાતી થઈ શકશે.

આ આદેશ પ્રમાણે શોર્ટ સર્વિસ કમિશન(SSC)ની મહિલા અધિકારીઓને ભારતીય સેનાના દરેક 10 ભાગોમાં સ્થાયી કમિશનની મંજુરી આપી દેવામાં આવી છે.

હવે આર્મી, એર ડિફેન્સ, સિગ્નલ, એન્જીનિયર, આર્મી એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ એન્જીનિયરિંગ, આર્મી સર્વિસ કોર્પ્સ, આર્મી ઓર્ડિનેંસ કોર્પ્સ અને ઈન્ટેલિંજન્સ કોર્પ્સમાં સ્થાયી કમિશન મળી શકશે. આ સાથે જ જજ એન્ડ એડવોકેટ જનરલ, આર્મી એજ્યૂકેશનલ કોર્પ્સમાં પણ આ સુવિધા મળશે.

આ આદેશ બાદ હવે જલ્દી જ પર્મનેન્ટ કમિશન સિલેક્શન બોર્ડ તરફથી મહિલા ઓફિસરોની તૈનાતી થઈ શકશે. આ માટે આર્મી હેડક્વાટરે ઘણાં એક્શન લીધાં છે. સિલેક્શન બોર્ડ તરફથી તમામ SSC મહિલાઓ તરફથી ઓપ્શન અને તમામ પેપર વર્ક પૂર્ણ થવા પર એક્શન શરૂ કરવામાં આવશે. જો કે આ નિયુક્તિ કોમ્બેક્ટ ઓપરેશનમાં નહી હોય, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં તેને અલગ રાખ્યો હતો.

સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેના દરેક મહિલા અધિકારીઓને દેશની સેવા કરવાની તક આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઉલ્લેખનિય છે કે, સ્થાયી કમિશનને લઈને છેલ્લા ઘણાં સમયથી માંગ કરવામાં આવી રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.