ભારતીય શેરબજારોમાં ખૂલતાની સાથે ઉછાળો, સેન્સેક્સ 40,643 પર ટ્રેડ

શેરબજારમાં દિવસની શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +173.61 અંક એટલે કે 0.43% ટકા વધીને 40,643.31 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +47.80 પોઈન્ટના વધારા સાથે 11,987.90 પર ટ્રેડ થઇ રહી છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 12 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.83 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.71 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.