ભારતીય સીમામાં કોઈ ઘૂસ્યૂ નથી તેવા પીએમ મોદીના નિવેદન પર બીનજરૂરી વિવાદ: PMO

પીએમ મોદીએ શુક્રવારે કહ્યુ હતુ કે, ભારતીય સીમામાં કોઈ ઘૂસ્યુ નથી અને નથી કોઈએ ભારતની કોઈ ચોકી પર કબ્જો જમાવ્યો.

પીએમ મોદીના આ નિવેદનની વિપક્ષોએ ટીકા કરીને સવાલો પણ ઉભા કર્યા છે ત્યારે વડાપ્રધાન કાર્યાલયે હવે સ્પષ્ટતા કરી છે કે, પીએમ મોદીએ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ભારતીય સીમામાં ચીની સેનાની કોઈ હાજરી નહી હોવાની વાત ભારતના જવાનોએ બતાવેલી વીરતા પછી હાલમાં જે સંજોગો છે તેની સાથે સંકળાયેલી છે.કાર્યાલયનુ કહેવુ છે કે, સૈનિકોની વીરતાના કારણે ગલવાન ખીણમાં ચીનના ઘુસણખોરીના પ્રયત્નો નાકામ થયા છે.

પીએમ કાર્યાલયે વધુમાં કહ્યુ છે કે, સર્વપક્ષીય બેઠકમાં પીએમની ટિપ્પણી 15 જુને ગલવાનમાં થયેલી ઘટના પર કેન્દ્રીત હતી.પીએમ મોદીએ એ સંદર્ભમાં નિવેદન આપ્યુ હતુ કે, સેનાએ બતાવેલી બહાદુરી બાદ હવે ભારત તરફ ચીનના સૈનિકોની કોઈ મોજુદગી નથી.બહુ કમનસીબ બાબત છે કે, જ્યારે સૈનિકો આપણી સીમાની રક્ષા કરી રહ્યા છે ત્યારે પીએમના નિવેદન

પર બીનજરુરી વિવાદ ઉભો કરાઈ રહ્યો છે.

કાર્યાલયના કહેવા પ્રમાણે ભારતીય સીમા ક્યાં છે તે ભારતના નકશામાં સ્પષ્ટ છે.સરકાર તેના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે.છેલ્લા 60 વર્ષોમાં ચીને કેવી રીતે ભારતની 43000 ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી છે તે સર્વપક્ષીય બેઠકમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.