ફિલ્મો સાથે જોડાયેલા લોકો દિનપ્રતિદિન વધતા રહ્યા છે અને હજુ પણ વધવામાં જ છે. કારણ કે એની કમાણીના આકડાં ચોંકાવનારા છે. એક તરફ વાતો થઈ રહી છે કે દેશ ગરીબીના ભરડામાં છે પરંતુ બીજી તરફ એ જ દેશનો માણસ એન્ટરટેન્મેન્ટ માટે કરોડોના ખર્ચા કરી રહ્યો છે. વર્ષ 2018 બોક્સ ઓફિસ માટે એક ઐતિહાસિક હતું. કેમ કે, પહેલી વાર બોલિવૂડ અને હોલિવૂડ રિલીઝના સંયુક્ત સંગ્રહે 4,000 કરોડ રૂપિયાના માઈલ સ્ટોનથી આગળ વધવામાં સફળતા હાંસિલ કરી હતી. 2017માં કમાણી 3,350 કરોડ રૂપિયાથી ઘણું પાછળ હતું, જો કે 2016 અને 2015 મામૂલી 3,400 કરોડ રૂપિયા હતું.
પરંતુ હવે 2019માં કંઈક નવો જ કરિશ્મો થવાની સંભાવના છે. આનું કારણ એ પણ છે કે 11 મહિના વિત્યા છતાં વધુ એક બાકીના મહિનામાં જ ઉદ્યોગે લગભગ 4,600 કરોડ રૂપિયા જોયા છે. આગામી ચાર શુક્રવાર આવતાની સાથે બોલિવૂડ અને હોલિવૂડની કુલ 8 ફિલ્મોએ જ 5,000 કરોડ રૂપિયાનો આકંડો પાર કરવાનું નક્કી છે.
આ ફિલ્મો છે બોલિવૂડની દબંગ 3, ગુડ ન્યૂઝ, મે મેરી ઔર વો, પાનીપત, મર્દાની 2 અને હોલિવૂડથી ધ બોડી અને જુમાનજીઃ ધ નેક્સ્ટ લેવલ અલોન્ગ સાથે જ સ્ટાર વોર્સઃ ધ રાઈસ ઓફ સ્કાયવોકર. આ તમામ ફિલ્મો બીગ બજેટ સાથે તેમાં ડાયરેક્ટર, એક્ટર્સ દર્શકોના પસંદગીના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.