કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે શુક્રવારે કહ્યું હતું કે મે ભારતીયોજેવા ભોળા લોકો ક્યારેય જોયા નથી, જેઓ વિવિધ યોજનાઓના અમલીકરણને લઈ કરવામાં આવી રહેલા સરકારીદાવાને તરત જ સ્વીકારી લે છે. ચિદમ્બરમ સાહિત્યને લગતા એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અખબારમાં કંઈ પણ છપાયછે તો લોકો તેને માની લે છે. આપણે કોઈ પણ બાબતને લઈ વિશ્વાસ કરી બેસીએ છીએ.
ચિદમ્બરમે કહ્યું હતું કે સરકારેદાવો કર્યો છે કે દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી ગઈ છે. 99 ટકા પરિવાર માટે શૌચાલય બનાવવામાં આવ્યા છે. લોકોએ આ વાત પર વિશ્વાસ કરી લીધો છે. આવું જ આયુષ્યમાનભારત યોજનામાં છે. દિલ્હીમાં મારા ડ્રાઈવરના પિતાની સર્જરી કરવાની હતી, પરંતુ આ યોજના અંતર્ગત લાભ મળ્યો ન હતો.
ભૂતપુર્વ નાણાં પ્રધાને કહ્યું હતું કે મે તેને (ડ્રાઈવર)ને પૂછ્યું હતું કે જો તેની પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તેણે હોસ્પિટલ જવું જોઈએ. જ્યારે તે હોસ્પિટલ ગયો તો ત્યાં તેને કહેવામાં આવ્યું કે તેમને આ પ્રકારની કોઈયોજના અંગે જાણકારી નથી. પરંતુ આપણે લોકો માની લઈ છીએ કે આયુષ્યમાન ભારત યોજના સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે. આપણે એવું માની છીએ કે બિમારીનો ઈલાજ આ યોજના અંતર્ગત થઈ જાય છે. તે પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર. આ આપણું ભોળાપણુ છે. અનેક સમાચાર અને આંકડા હકીકતથી તદ્દન વિપરીત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.